Ahmedabad: ઉમેદવારોને લઈ કૉંગ્રેસમાં ભારે અસંતોષ, બે ધારાસભ્ય વચ્ચે ટકરાવ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈ કૉંગ્રેસમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈ નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજીનામું આપી દીધું છે. ત્યારે તેના સમર્થકોએ શૈલેષ પરમારનો ભારે વિરોધ નોંધાવ્યો હતો.