Ahmedabad: થલતેજમાં વૃદ્ધ દંપત્તિની હત્યા,મૃતક મહિલા પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ક્યા દિગ્ગજ નેતાના પિતરાઇ બહેન?

રાજયના પૂર્વ ગૃહમંત્રી અને હાલ દિવ અને દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના પિતરાઇ બહેન જ્યોત્સના પટેલ અને અશોક પટેલની શુક્રવાર સવારે અજાણ્યા ઈસમોએ ગળું કાપીને હત્યા કરી હતી. અમદાવાદના થલતેજ ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા દંપતી છ મહિના દુબઇ અને છ મહિના અમદાવાદ રહેતા હતા.પુત્રીએ ABP અસ્મિતાએ સાથે કરેલી વાત અનુસાર ઘરમાં છેલ્લા બે સપ્તાહથી મિસ્ત્રીકામ અને રંગરોગાનની કામગીરી કરવામાં આવી રહી હતી. સવારે 5.30 કલાકે મૃતક અશોક પટેલે સોસાયટીના સિક્યોરિટી સાથે વાત કરી હતી.અને 8 થી 8.30 કલાકની વચ્ચે માતાપિતાના મોતના સમાચાર આવ્યા હતા. પુત્ર હેતાર્થ પટેલ હાલ દુબઈમાં સ્થાયી થયા હોવાથી પરિવારજનોએ પુત્રને જાણ કર્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. DCP અને JCP કક્ષાના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સેક્ટર 1 JCP રાજેન્દ્ર અસારીએ આપેલા નિવેદન અનુસાર લૂંટના ઇરાદે કરવામાં આવેલી હત્યા બાદ આસપાસના વિસ્તારમાં CCTV કેમેરા છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola