Ahmedabad: એક હજાર રૂપિયા આપી કોરોનાની વેક્સિન લેવા લોકોની લાગી લાઇન, જુઓ વીડિયો
અમદાવાદના GMDC ગ્રાઉંડ ( GMDC ground) પર આજથી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનનો (Drive-through vaccination ) પ્રારંભ કરવામાં આવ્યો છે. વેક્સીન લેનારને એક હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ ચુકવવો પડશે. 18 વર્ષથી વધુના લોકો સ્થળ પર જ વેક્સિન લઇ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને એપોલો હૉસ્પિટલનું સંયુક્તપણે આયોજન છે. વેક્સીન લેવા માટે GMDC ગ્રાઉંડમાં લોકોની લાઇન લાગી હતી. અગાઉ પાંચ સ્થળોએ શરુ કરેલું મફતમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન હાલમાં બંધ છે. સરદાર પટેલ સ્ટેડિયમ, ડ્રાઈવ ઈન થિયેટર, વસ્ત્રાલ RTO અને કાંકરિયા ફુટબોલ ગ્રાઉંડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરુ કરાયું હતું.