'ઉપર તો નાલાયકો બેઠા છે.. એને કહી દીધું હતું', કોગ્રેસના કોર્પોરેટર અને કોગ્રેસ નેતા ઇન્દ્રનિલ રાજ્યગુરુની ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામો આવી એના ઘણા દિવસો વીતી ગયા બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા નક્કી કરાયા અને ભાનુબેન સોરાણીએ પદગ્રહણ કર્યું હતું કે આ સાથે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ફરી એક વખત સપાટી આવ્યો હતો. ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણ સોરાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.