Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો

Continues below advertisement

સમગ્રમાં બે-ત્રણ દિવસથી પ્રદુષણનું સ્તર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પ્રદુષણનુ સ્તર ભયજનક સપાટી પર પહોંચ્યુ છે. ઇથોપિયાના જ્વાળામુખીના ગુબાર અને પ્રદુષણના કારણે આજે અમદાવાદની હવા ઝેરી બની છે. પ્રદુષણનું સ્તર અને AQI ચિંતાજનક સ્થિતિમાં છે. હાલમાં અમદાવાદનું AQI 195થી ઉપર પહોંચ્યુ છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે. 

ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, જ્વાળામુખીના ગુબાર અને પ્રદૂષણના પાપે હવા ઝેરી બની રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમદાવાદમાં AQI અતિ ભયજનક સ્તરે છે. સાયન્સ સિટી વિસ્તારમાં AQI 195 પર પહોંચ્યો છે, જ્યારે પીરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં AQI 180 અને નારોલ અને વેજલપુરમાં AQI 170 અને 175 નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola