Theft of Exotic Parrots: અમદાવાદમાં લાખો રૂપિયાના વિદેશી પોપટની થઈ ચોરી, આરોપી સીસીટીવીમાં થયો કેદ
અમદાવાદમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ઘરની સાથે સાથે હવે દુકાનોમાં પણ લૂંટારુ ટોળકી ચોરીને અંજામ આપી રહી છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, શહેરના જુહાપુરા વિસ્તારમાંથી 11 જેટલા વિદેશી પોપટની ચોરી થઇ ગઇ છે. આમાં ઓસ્ટ્રેલિયન પેરોટ, મકાઉ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, એટલેટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પેરોટ અને મૌલુટન કાકા ટુ પેરોટ સામેલ છે, જેની કિમત લાખોમાં છે.
અમદાવાદમાંથી લાખો રૂપિયાના વિદેશી પોપટની ચોરી થઇ હોવાની ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઇ છે. હાલમાં આ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી એક એક્વેરિયમ શૉપમાં શટર તોડીને ચોરોએ આ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. દુકાનમાંથી 11 જેટલા વિદેશી પોપટની ચોરી ચોરી કર્યા, જેની કિંમત 1.50 લાખથી લઈને 3.20 લાખ સુધીની આંકડવામાં આવી રહી છે. આમાં ઓસ્ટ્રેલિયન પેરોટ, મકાઉ પેરોટ, આફ્રિકન ગ્રે પેરોટ, એટલેટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પેરોટ અને મૌલુટન કાકા ટુ પેરોટ સામેલ છે,