Rajendrasinh Rathva Statement : છોટાઉદેપુરમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ |
છોટા ઉદેપુરમાં સરપંચ સંમેલન યોજાયુ. જેમાં ક્વાંટ, પાવી જેતપુર અને છોટા ઉદેપુર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ સંમેલનમાં ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સગર્ભાઓને જોળીમાં નાંખીને લઈ જવાના વીડિયો બનાવવાની હોડ જામી હોવાની વાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જોળીમાં નાંખીને લઈ જવાના વીડિયો બનાવવામાં આવે છે તે સારૂ નથી. ખેતરોમાં રહેતા હોય તો તેઓને થોડુ તો ચાલવુ જ પડે. જે લોકો આવા વીડિયો બનાવે છે તે લોકો 108 એમ્બ્યુલન્સના વીડિયો બનાવતા નથી. દરેક જગ્યાએ રસ્તાઓ બની ગયા છે.. નસવાડી અને ક્વાંટ તાલુકામાં છેલ્લા 20 દિવસમાં ત્રણ સગર્ભાને જોળીમાં નાંખીને લાવવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યા છે.. ત્યારે ધારાસભ્ય સાહેબ રસ્તો બનાવી આપવાની જગ્યાએ વીડિયો બનાવવામાં આવે તેને ખોટુ ગણાવી રહ્યા છે..