Ambalal Patel Prediction: સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી

Ambalal Patel Prediction:  સૌરાષ્ટ્રમાં તૂટી પડશે અતિ ભારે વરસાદ, નદીઓમાં આવશે પૂર, અંબાલાલની આગાહી

15 ઓગસ્ટ પછી દેશના ઘણા ભાગોમાં વરસશે વરસાદ... 17મી ઓગસ્ટે બંગાળના ઉપસાગર પર મજબૂત સિસ્ટમ સક્રિય થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી..  રાજ્યમાં આગામી અઠવાડિયા દરમિયાન પડશે વરસાદી ઝાપટાં...હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી..જો કે 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના..ભાવનગર મહુવા અને ઊના પંથકમાં થશે મેઘમહેર..20 ઓગસ્ટ આસપાસ વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ..

રાજ્યમાં આજે પણ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે.  હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ  ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર એક હાલ એક  સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola