Ahmedabad News: અમદાવાદમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેકટરી ઝડપાઇ

Continues below advertisement

અમદાવાદમાં નકલી ડોલર છાપવાની ફેક્ટરની પર્દાફાશ. વટવા GIDCમાં SOGએ દરોડાપાડી ફેકટરી ઝડપી પાડી. ઓસ્ટ્રેલિયન કરન્સી સાથે ચાર આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પ્રિન્ટીંગ મશીનથી નકલી નોટો બનાવતા હોવાનો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયન ડોલરની કુલ 151 નોટ જપ્ત કરવામાં આવી છે. સાથે જ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની 18 સીટ પણ જપ્ત કરાઈ છે. ચાર આરોપીની 11 લાખ 92 હજાર 500ની મત્તા સાથે ધરપકડ કરી છે. અને આમ નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલાં જ SOGએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતાં ફર્જી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.

ઑસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઉભી કરી હતી અને ગૂગલ પરથી ઑસ્ટ્રેલિયન 50 ડૉલરની ઇમેજ ડાઉનલોડ કરી હતી. ઇમેજ ડાઉનલોડ થઇ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યુ હતું. અમદાવાદ SOGએ બનાવટી ઑસ્ટ્રેલિયન ડૉલર કુલ 151 નોટ, બનાવટી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપેલી 18 નંગ સીટ, અને ડૉલર છાપવાની મશીનરી સાથે રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (ઉ.વ.24), ખુશ અશોકભાઈ પટેલ (ઉ.વ.24), મૌલિક શંકરભાઈ પટેલ (ઉ.વ.36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (ઉ.વ.20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ ઑસ્ટ્રેલિયાનો સિટીઝન છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram