Surat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે કર્યો સસ્પેન્ડ

Continues below advertisement

Surat: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: 285 ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની અમરોલીની શાળા ક્રમાંક 285ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વેપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતાં હોવાથી તેઓ વારંવાર દુબઈ જતા હતા. વર્ષ 2023 માં તેઓ 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયએ કહ્યું કે, રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય એવા માત્ર ૨ શિક્ષકોની વિગતો મળી છે.પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે. સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે. જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે. પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહિ કરી શકાય. આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલાં લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તો એ પણ પરત લેવાની સૂચના આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram