Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના SP રિંગરોડ ઉપર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે અકસ્માત. દારૂ ભરેલી ફોર્ચ્યુનરમાં સવાર બે પૈકી એકનું મોત. દારૂબંધી વચ્ચે ગાંધીનગર પાસિંગની ગાડી કોની તેના પર સવાલ. અમદાવાદના SP રિંગ રોડ ઉપર ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો.બે ગાડીમાં સવાર ચાર પૈકી ત્રણ ના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર ગાડીમાંથી વિપુલ પ્રમાણમાં દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવતા પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉભા થયા છે.અમદાવાદના પ્રવેશદ્વાર SP રિંગ રોડ ઉપર બનેલ ઘટનામાં M ડિવિઝન ટ્રાફિકે ગુન્હો નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર દારૂ ભરેલી ગાડીમાં ત્રણ થી ચાર નંબરપ્લેટ પણ હોવાનું સામે આવ્યું છે જે અંગે પોલીસ FSL ની મદદ લેશે.આ સાથે બંને ગાડીઓની સ્પીડ માટે પણ FSL ની મદદ લેવાશે.સવારે 5 વાગે બનેલી ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જે ફોર્ચ્યુનર ગાડીમાં સવાર હતા જેમને સારવાર આપી પોલીસ આગળની દિશામાં તપાસ શરૂ કરશે.
થાર ગાડીમાં અજિત કાઠી મૂળ વિરમગામના રહેવાસી જેમનું મોત થયું છે. થાર ગાડીમાં મૃતકના નામ અજિત કાઠી, 30 વર્ષ ઉંમર જૂની મિલ કમ્પાઉન્ડ વિરમગામ, મનીષ ભટ્ટ સિદ્ધાચલ ફ્લેટ,વિસત સર્કલ,મોટેરા,અમદાવાદ, ફોર્ચ્યુનર અકસ્માત કેસમાં મૃતકનું નામ પપ્પુ ઉર્ફે ઓમપ્રકાશ જે મૂળ રાજસ્થાનના રહેવાસી. અને બેભાન હાલતમાં રાજુ સાહૂ જેઓ હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ.