Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?
Gujarat Rain Data: ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હાજરી નોંધાઈ છે. આ વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજીવન પર નોંધપાત્ર અસર કરી છે. રવિવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો. લગભગ પાંચ કલાક સુધી સતત વરસેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. આ પરિસ્થિતિએ નાગરિકોના રોજિંદા જીવન પર ગંભીર અસર કરી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ
24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ
24 કલાકમાં માણાવદરમાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો
24 કલાકમાં સુરતના મહુવામા સાત ઈંચ વરસાદ
24 કલાકમાં વંથલી અને દ્વારકામાં છ છ ઈંચ વરસાદ
24 કલાકમાં બારડોલી, કુતિયાણામાં છ છ ઈંચ વરસાદ
24 કલાકમાં ઓલપાડ, કામરેજમાં પોણા છ ઈંચ વરસાદ
24 કલાકમાં સુરત શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં મુંદ્રા, વાપી, મેંદરડામાં પાંચ પાંચ ઈંચ વરસાદ
24 કલાકમાં કપરાડા, બાબરા, ભેસાણમાં સાડા ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ભેસાણ, વલસાડ, ભરૂચમાં સાડા ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ભરૂચ, જૂનાગઢ શહેરમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ખેરગામ, વિસાવદરમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં જેતપુર, નવસારીમાં ચાર ચાર ઈંચ વરસાદ
24 કલાકમાં ગણદેવી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં જલાલપોર, હાંસોટ, કુંકાવાવમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં વાલોડ, રાણાવાવ, મોરબીમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ચીખલી, માંડવી, ઉમરપાડામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ધોરાજી, અમદાવાદ શહેર, જામકંડોરણામાં 3 3 ઈંચ વરસાદ