અમદાવાદઃ ગાંધી આશ્રમનો એક હજાર કરોડના ખર્ચે કરાશે વિકાસ, જાણો કોને સોંપાઇ જવાબદારી?
Continues below advertisement
અમદાવાદના સાબરમતીમાં મહાત્મા ગાંધીના આશ્રમનો લગભગ ૧૦૦૦ કરોડના ખર્ચે વિકાસ કરાશે. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગાંધી આશ્રમનો વિકાસ કરવાનો આ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નીમીત્તે પ્રધાનમંત્રી મોદીએ ગાંધી આશ્રમના વિકાસ ની જાહેરાત કરી હતી જેની જવાબદારી રાજ્યના નિવૃત્ત આઈએએસ અને વડાપ્રધાનના વિશ્વાસુ કૈલાશનાથનને સોંપી હતી. જોકે આ પ્રોજેક્ટ મોનિટરિંગ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગાંધી આશ્રમની આસપાસની જમીનોને પણ સરકાર હસ્તગત કરશે
Continues below advertisement