BAOU વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે વિદ્યાર્થીઓએ કોઈ પણ કામ માટે નહીં ખાવો પડે ધક્કો

Continues below advertisement

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કરતા અને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે , હવે વિદ્યાર્થીઓએ કોઈપણ કામ માટે અમદાવાદ આવવાની જરૂર નહીં પડે, સીધું જ તેમના નજીકના વિસ્તારના રિઝનલ સેન્ટર પર કામ પતાવી શકશે. રાજ્ય સરકાર હસ્તગત એકમાત્ર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં દર વર્ષે અંદાજે ૭૦ હજારથી ૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે. જેમાં મુખ્યત્વે બી.એ, એમ.કોમ બી.એડ, ડિપ્લોમા અને અન્ય સર્ટિફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓની પ્રાથમિકતા રહેતી હોય છે. જોકે આ યુનિવર્સિટી નું વડુમથક અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે નિરમા યુનિવર્સિટી ની પાછળ ના ભાગે આવેલું છે જેથી અમદાવાદ સિવાય દૂરના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અહીં આવવુ અઘરું બની જતું હોય છે, જોકે હવે દૂરના અંતરિયાળ વિદ્યાર્થીઓ અહીં સુધી આવવું ન પડે તે માટે ભાવનગર, રાજકોટ, કચ્છ પાટણ, છોટા ઉદેપુરમાં રિઝનલ સેન્ટર સ્થાપશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram