તાપીમાં પૂર્વ મંત્રીના પરિવારે કરેલા તમાશાની ગુજરાત હાઇકોર્ટે લીધી નોંધ, સરકારની કાઢી ઝાટકણી
સોશલ ડિસ્ટસિંગના સત્યાનાશ સામે એબીપી અસ્મિતાના સત્યાગ્રહની અસર થઇ હતી. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈના કાર્યક્રમમાં થયેલી ભીડ મુદ્દે એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની મોટી અસર થઈ છે. પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં ભીડ એકઠી થવા મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. માત્ર 1500થી બે હજાર લોકોને આમંત્રિત કરાયા હોવાની ગામિતના એબીપી અસ્મિતા પરના નિવેદનની નોંધ લેવામાં આવી છે. પોલીસે ક્યા પ્રકારનો કેસ દાખલ કર્યો તે અંગે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યો કે આટલી ભીડ ભેગી થઈ ગઈ છતા પણ જિલ્લા પોલીસવડા કે સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી.