યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ જીતુ વાઘાણીને શું કરી રજૂઆત? વાઘાણીએ કહ્યું, 'કોઈ ચિંતાન કરો'
Continues below advertisement
અમદાવાદઃ યુક્રેનથી વિદ્યાર્થીઓ અમદાવાદ પરત ફર્યા છે. અમદાવાદ જી એમ ડી સી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. વિદ્યાર્થીઓને જીએસઆરટીસીની 2 બસમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર , રાજેન્દ્ર ત્રિવેદી એ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યુ. સરકારે વિદ્યાર્થીઓ ઘરે પહોચી શકે તે માટે 20 કરતા વધારે ખાનગી વાહનોની વ્યવસ્થા કરી. વિદ્યાર્થીઓના માતા-પિતાએ સરકારનો માન્યો આભાર. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે યુક્રેનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે હાલ. ત્યાંની સરકારે મદદનુ વચન આપ્યુ હતુ પરંતુ હજી સુધી મદદ મળી નહોતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ સરકાર કામ કરી રહી છે. જે વિદ્યાર્થીઓ હજી પરત નથી આવ્યા તેમને પણ પરત લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ મુદ્દે કામ કરી રહી છે.
Continues below advertisement