Video : યુક્રેનથી દીકરી સુરત પરત ફરતાં માતા સહિત પરિવાર થયો ભાવુક, મેયર હેમાલીબેન પણ આંસુ રોકી ન શક્યા
Continues below advertisement
સુરતઃ યુક્રેનથી વિદ્યાર્થીઓ સુરત પહોચ્યા હતા. પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓ સુરત સર્કિટ હાઉસ પહોચ્યા હતા. વિદ્યાર્થીઓ પરિવારને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. યુક્રેનથી પરત આવેલ સુરતના 6 વિદ્યાર્થીઓ આવી પહોંચ્યાં. સુરત સર્કિટ હાઉસ ખાતે તેમને લાવવામાં આવ્યા. સર્કિટ હાઉસ ખાતે માતા-પિતા સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા. બાળકો હેમખેમ પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ.
વાલીઓએ ગુજરાત અને ભારત સરકારનો આભાર માન્યો. બાળકોએ પણ ભારત સરકારનો આભાર માન્યો. બાળકોએ યુક્રેઇનની પરિસ્થિતિ વર્ણવી. આ સમયે સુરતના મેયર હેમાલી બોઘાવાલા પણ હાજર રહ્યા હતા. આ સમયે તેઓ યુવતીની માતાને મળતાં માતા ભાવૂક થઈને રડી પડ્યા હતા. તેમને સાંત્વના આપતાં હેમાલીબેન પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.
Continues below advertisement