Ahmedabad: રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં હાઇકોર્ટનો વચગાળાનો મનાઇ હુકમ
રાહુલ ગાંધી સામેના બદનક્ષીના દાવાની ટ્રાયલ કોર્ટમાં ચાલતી સુનાવણી પર હાઈકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ આપ્યો હતો. એડીસી બેન્કના અજય પટેલ વારંવાર ગેરહાજર રહેતા હોવાથી બદનક્ષીની ફરિયાદ પડતી મુકવી જોઈએ તેવી રાહુલ ગાંધી તરફથી મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી અપાઇ હતી.