Botad ના ટીબલા ગામના લોકો પુલ તૂટતા જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર
Continues below advertisement
બરવાળાના ટીબલા ગામનો પુલ બે વર્ષ પહેલાં ભારે વરસાદમાં તૂટી જતા ગામ લોકો પરેશાન થઇ ગયા છે. લોકો કમર સમાં પાણીમાં જીવના જોખમે બે વર્ષથી આ નદીમાંથી પસાર થઇ રહ્યા છે.રોપુલ તૂટી ગયા બાદ તેને લઇને તંત્ર દ્વારા કોઈ કામ નહીં કરતા ગામ લોકોમાં રોષ છે. ગામ લોકોએ પુલ નહી બને તો મત નહીનો નિર્ણય કર્યો હતો. ટીડીઓ દ્વારા જણાવાયું હતુ કે, પુલ મંજૂર થઇ ગયો છે ચૂંટણી પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
Continues below advertisement