અમદાવાદ રેલવે સ્ટેશનમાં રીક્ષા ચાલકોને પ્રવેશ ન આપવા મુદ્દે HCએ પોલીસ વડા અને સરકાર પાસે માંગ્યો ખુલાસો
Continues below advertisement
અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષાને પ્રવેશ નહીં અપાતો હોવાના મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડા પાસે જવાબ માગ્યો છે. જો રિક્ષાચાલકોને રોકવામાં આવતા હોય તો શા માટે રોકવામાં આવે છે તેનો ખુલાસો માંગ્યો છે. જો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટ્રાન્સપોર્ટ ના વાહનો ને પરવાનગી અપાઇ હોય અને રિક્ષા ચાલકોને ન અપાઇ હોય તો તે વ્યાજબી ગણાય નહીં એવો કોર્ટનો પ્રથમદર્શી મત છે. ખાનગી ટેક્સી બીઆરટીએસ અને એમટીએસ ને રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાતો હોય તો રિક્ષાઓને શા માટે નહીં એવો અરજીમાં સવાલ ઉઠાવાયો છે. રીક્ષા ચાલકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશથી રોકવામાં ન આવે તેવી અરજીમાં માંગણી કરી છે, વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થશે.
Continues below advertisement