Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. 17 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. 17, 18, 19, 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 17 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી. 18 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
16 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટથી જ ગુજરાત પર શરૂ થઈ શકે છે. ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 અને 16 તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.