Dharoi Dam | ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી, ડેમ 87 ટકાથી વધુ ભરાયો
Dharoi Dam | ગુજરાતની સાથે સાથે ઉપરવાસ-રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ ધરોઇ ડેમમાં આવવાથી ધરોઇ ડેમમાં પાણીની આવક વધી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. હાલમાં ધરોઈ ડેમમાં 87.39% ભરાયો છે. ધરોઈ ડેમની હાલની સપાટી 618.07 ફુટ નોંધાઇ છે. હાલમાં ધરોઈ ડેમમાં પાણીનો 87.39% જથ્થો નોંધાયો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો ધરોઈ ડેમ આજે 87 ટકા ભરાયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.