Ranji Trophy: સુરતની રણજી મેચમાં રચાયો ઈતિહાસ, આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા માર્યા

Continues below advertisement

 સુરતમાં રણજી ટ્રોફી દરમિયાન ક્રિકેટના ઇતિહાસમાં મોટો રેકોર્ડ બની ગયો. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ આઠ બોલમાં સતત આઠ છગ્ગા ફટકારી યુવરાજસિંહ અને રવિ શાસ્ત્રીનો રેકોર્ડ તોડી નાખ્યો. 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, આ સાથે જ તે  ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો. તેણે ઇંગ્લેન્ડના વેઈન નાઈટના 12 બોલના રેકોર્ડને પણ તોડી નાખ્યો. આકાશના ફેવરીટ ખેલાડી હાર્દિક અને બુમરાહ છે. તેણે હાર્દિકની જેમ રમવાની ઈચ્છા વ્યક્ત કરી. આકાશની આ સિધ્ધીથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છે.  તો આ મેચમાં વધુ એક ખેલાડીએ પણ પોતાની રમતથી સૌને ચોંકાવી દીધા. વડોદરાથી ક્રિકેટની શરૂઆત કરનાર અર્પિત ભટેવરાએ 200 રન ફટકાર્યા. અર્પિત મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને તેના પિતા બસ કન્ડક્ટરની નોકરી કરે છે. અર્પિત અત્યારસુધીમાં ત્રણ વખત ડબલ સેન્ચ્યુરી ફટકારી ચુક્યો છે. તેનું સપનું ભારત માટે રમવાનું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola