Ahmedabad Hit-and-Run: અમદાવાદમાં અકસ્માત કરનાર રોહન સોનીની જોરદાર ધોલાઈ
રફ્તારના રાક્ષસ રોહનને કોર્ટમાં રજૂ કરતા સમયે લોકોએ ઉતાર્યો પોતાનો રોષ. રોહનને જોતા જ તેને ઢીબી નાંખવાના ઈરાદા સાથે કેટલાક શખ્સો આગળ વધ્યા. અને મારવાનું ચાલુ કર્યુ. જો કે પોલીસ પ્રોટેક્શન હોવાના કારણે લોકો બરાબર હાથ સાફ ન કરી શક્યા. આ એ જ રાક્ષસ છે જેણે રવિવારે રાત્રે સ્ત્રી મિત્ર સાથે પાર્ટી કરીને 2 કારચાલક મિત્રો સાથે રાત્રે 2 વાગ્યે લગાવી હતી રેસ. પણ આ નબીરાની રેસનો ભોગ બન્યા બે નિર્દોષ યુવાનો.
રોહને પોતાની બ્રિઝા કારથી એક એક્ટિવા ચાલકને મારી જોરદાર ટક્કર. અકસ્માત એટલો જોરદાર થયો કે એક્ટિવા પર સવાર બન્ને યુવકો ફંગોળાઈ ગયા. ફેંકાઈ ગયા બીઆરટીએસ રુટ પર. ગંભીર ઈજાના કારણે બન્ને યુવકો અશફાક અજમેરી અને અક્રમ કુરેશીના મોત થયા હતા. ઘટના બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો. કલાકો બાદ કાર ચાલક રોહનને પકડી લેવાયો હતો. આજે કોર્ટમાં રજૂ કરતી વખતે લોકોનો પણ રોષ જોવા મળ્યો. કોર્ટે આરોપી રોહનના 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.