Devayat Khavad : બદલાનો મોરેમોરો?: તાલાલામાં દેવાયત ખવડ અને તેમના માણસોએ બબાલ કરી હોવાનો આરોપ
લોક કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં. દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હોવાની ચર્ચા. જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા ગાડી સામેસામે અથડાયાના સમાચાર. ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હતા... કિયા કારમાં અમદાવાદના સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ સવાર હતા.
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ગાડીને ભારે નુકસાન થયું.. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાની પણ માહિતી મળી. હુમલામાં 3 થી 4 લોકો ઘાયલ થયાના અને હવામાં ફાયરિંગ થયાના પણ સમાચાર મળ્યા. ઈજાગ્રસ્તોને પહેલા તાલાલા CHC સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ કે અમદવાદ ખસેડાયા.
આ પહેલા સનાથલ ગામ ખાતે ગત 20 ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સનાથલનો બદલો ગીરમાં લેવાયાની ચર્ચા થઈ રહી છે..
જો કે આ તમામની વચ્ચે ગીર સોમનાથ પોલીસ કેમ મૌન છે તેને લઈને ઉઠી રહ્યા છે સવાલ..