Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
Ahmedabad Demolition News : અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર
અમદાવાદના મોટેરામાં પ્રશાસને ફેરવ્યું દબાણો પર બુલડોઝર. મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનાર ટીપી રોડને ખોલવા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ટીપી રોડમાં આવતા બળદેવનગરના 29 જેટલા મકાનોને ધ્વસ્ત કરીને રસ્તો ખુલ્લો કર્યો. છ મહિના અગાઉ જ મહાનગરપાલિકાએ તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી જો કે મનપાની નોટિસ સામે રહિશોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટે નકારતા આજે પ્રશાસનની ટીમે ડિમોલિશનની કાર્યવાહી કરી.. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એક્વાટિક સ્ટેડિયમ નજીક ખુલશે..