Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
Cylcone Ditwah Update: દિત્વાહ વાવાઝોડાની ભારતમાં કેટલી અસર? સમજો વિન્ડીની મદદથી
શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ ચક્રવાત દિત્વાહ ભારતના દક્ષિણ રાજ્યો તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરી સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં તો અત્યારથી જ વરસાદની શરૂઆત થઈ ચુકી છે. શ્રીલંકાના દરિયાકાંઠા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ચક્રવાત દિતવાહ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. તે 30 નવેમ્બરની સવાર સુધીમાં શ્રીલંકાના દરિયાકાંઠા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાંથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને તેની બાજુમાં આવેલા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે...