અમદાવાદના સરસપુરમાં બુટલેગરોના ત્રાસથી સ્થાનિકોમાં આક્રોશ, રસ્તા પર ઉતરી નોંધાવ્યો વિરોધ
Continues below advertisement
અમદાવાદમાં અસામાજિક તત્વો અને બુટલેગરો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સરસપુરના પોપટલાલની ચાલીમાં સ્થાનિકોએ બુટલેગરોના સામે વિરોધ નોંધાવ્યો હતો. બે ચાલીઓના લોકો ભેગા થઇ મુખ્ય રસ્તા પર એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે તેમની ચાલીમાં બુટલેગરો એટલે કે દારૂનો વેપાર કરતાં લોકોનો આતંક વધી રહ્યો છે..તેમની ચાલીની મહિલાઓએ પણ બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. જ્યારે તેઓ તેમની સામે અવાજ ઉઠાવે છે, તો તેમને ધમકી આપવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે.જેને લઇને આ ત્રણ ચાલીના લોકોએ હાથમાં બેનર સાથે વિરોધ પ્રગટ કર્યો હતો.
Continues below advertisement