પ્રશાંતના જન્મદિવસ પર તેની સેવિકાએ કહ્યુ હતું-'તમારી અંદર અને તમારી બહાર ઇશ્વર ભરપૂર છે'
Continues below advertisement
વડોદરાના બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયની પાપ લીલાઓ બહાર આવી રહી છે અને ધોરણ 10ની વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારવાના વધુ એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જ્હોન સચદેવ નામની શિષ્યાના રિમાન્ડ લઈ જેલમાં મોકલી આપી છે. ત્યારે દીદીમાં તરીકે પૂજાતી દીક્ષા ઉર્ફે સીમા જસવાણી તેમજ ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકેલી ઉન્નતી જોશીની તપાસ ચાલી રહી છે. હાલમાં આ ત્રણેય સાધ્વીઓના વીડિયો વાયરલ થયા છે જેમાં ત્રણેય ગુરુજી પ્રશાંતને બર્થ-ડે વીશ કરી રહી છે. વીડિયો જોઇને લાગે છે કે તે પ્રશાંત ગુરૂ પ્રત્યે કેટલી આકર્ષાયેલી છે અને તેઓ કેવી રીતે બીજા ભક્તો અને મહિલાઓને ગુરૂજી પ્રત્યે આકર્ષાયા હતા તે જોઈ શકાય છે.
Continues below advertisement