અમદાવાદના મોટેરામાં ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટની ટિકિટનું બુકિંગ ક્યારથી થશે શરૂ?
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર 24 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ મેચને લઈને આજથી બુકિંગ શરૂ થશે. 50 ટકા દર્શકોની કેપેસિટિ સાથે બુકિંગ શરૂ કરવામાં આવશે. સ્ટેડિયમની કુલ ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. એટલે કે ત્રીજી અને ચોથી ટેસ્ટ 55 હજાર દર્શકો ટેસ્ટ મેચની મજા માણી શકશે. મેચની ટિકિટ બુક માય શો એપ અને GCAની સાઈટ પર મળશે.