ABP News

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?

Continues below advertisement


Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?

અમદાવાદ: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલું વિમાન શનિવારે (૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫) પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાનમાં ૧૧૯ મુસાફરો આવ્યા હોવાના અહેવાલ હતા પરંતુ ફક્ત ૧૧૬ મુસાફરો જ ઉતર્યા. આ માહિતી સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જેમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8 ગુજરાતી હતા.

8 ગુજરાતીઓને રવિવાર 16 ફેબ્રુઆરી સવારે અમૃતસરથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ 8 લોકોને કાળા પડદાવાળી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, આઈબી, એસઓજી સહિતની ટીમ પહોંચી હતી. 

8 ગુજરાતીઓના નામ

ધવલભાઈ કિરીટકુમાર લુહાર , કલોલ
રુદ્ર ધવલભાઈ લુહાર,કલોલ
મિહિર ઠાકોર
ધિરજકુમાર કનુભાઈ પટેલ,અમદાવાદ
કેનિશ મહેશભાઈ ચૌધરી,માણસા
આરોહીબેન દીપકપુરી ગોસ્વામી
દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી
પૂજાબેન દીપકકુમાર ગોસ્વામી 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola