Ahmedabad News । અમદાવાદમાં સોમવારે મોડી સાંજે વરસ્યો વરસાદ

Continues below advertisement

Ahmedabad News । અમદાવાદમાં સોમવારે મોડી સાંજે વરસ્યો વરસાદ 

 

Ahmedabad News । અમદાવાદમાં સોમવારે મોડી સાંજે વરસ્યો વરસાદ, અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ, ઘુમા, સિંધુભવન, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ, ગરમીથી અંશતઃ રાહત, હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરતી હતી. જેને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. શહેરના ઘુમા, બોપલ, સિંધુભવન રોડ, ભાડજ, આંબલી, ઇસ્કોન, જગતપુર, ગોતા, ન્યુ ગોતા, રાણીપ, ચાંદખેડા વૈષ્ણોદેવી સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, ઉલ્લેખનીય છે કે, આજે દિવસ દરમિયાન અમદાવાદવાસીઓ ગરમી અને બફારાથી અકળાયા હતા. જો કે, આજે મહત્તમ તાપમાન ગતરોજની સરખાણમીમાં વધુ હતું. પરંતુ મોડી રાત્રે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. વરસાદની શરૂઆત બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી આસપાસ છે, પરંતુ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરીને રાત્રિ દરમિયાન શહેરીજનોને ગરમીથી અંશતઃ રાહત મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram