Ahmedabad News : ક્લિનિકલ ટ્રાલયમાં ગેરરીતિના અહેવાલો બાદ લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચની સ્પષ્ટતા

Continues below advertisement


ખ્યાતિકાંડ બાદ રાજ્યમાં ફરી એકવાર મેડિકલ માફિયા બન્યા બેફામ.. નિયમોને નેવે મુકીને ક્લિનિક ટ્રાયલ કરવાના મેડિકલ માફિયાના કારસ્તાનનો અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ.. વીડા ક્લિનિકલ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ અને લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડમાં ક્લિનિકલ ટ્રાયલમાં અનેક ક્ષતિઓ બહાર આવી.. બિનઅધિકૃત એજન્ટો મારફતે નાણાકીય પ્રલોભનો અને કમિશન આપી ક્લિનિકલ ટ્રાયલ કરાતુ હોવાનો ખુલાસો થયો છે.. ક્લિનિકલ ટ્રાયલ માટે લોકોને લલચાવીને ખાનગી વાહનોમાં લાવવામાં આવતા  હતા.. બિનઅધિકૃત એજન્ટો કંપની અને ક્લિનિકલ ટ્રાયલ માટે આવતા લોકો પાસેથી કમિશન પડાવતા હોવાનો પણ ખુલાસો થયો છે..  એજન્ટો લોકોને બળજબરીથી ક્લિનિકલ ટ્રાયલ માટે લાવીને તેનો અંગુઠાનું નિશાન લેતા હતા.. એટલુ જ નહીં. ક્લિનિકલ ટ્રાયલના જોખમ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવતા નહોતા.. લોકોની મરજી વિરૂદ્ધ ક્લિનિકલ ટ્રાયલનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાતુ હતુ.. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 100થી વધુ લોકોના નિવેદનો લીધા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને બેદરકારીનો પત્ર લખ્યો.. મનપાના આરોગ્ય વિભાગે ફુડ એન્ડ ડ્રગ્સ કંન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનને લખેલા પત્રમાં ક્લિનિકલ ટ્રાયલમાં નિયમભંગ અંગનો ઉલ્લેખ કર્યો. .


ક્લિનિકલ ટ્રાયલમાં ગેરરીતિના મામલે ગોતામાં આવેલી લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડે કરી સ્પષ્ટતા.. કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જોગેશ મહાજને બચાવ કરતા કહ્યું કે રિસર્ચ કરતા પહેલા એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં આવી.. સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.. દર વર્ષે સરકાર તરફથી કંપનીમાં ઈન્સ્પેક્શન પણ કરવામાં આવે છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola