Ahmedabad Rain | અમદાવાદમાં સવારે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં વરસાદનો પ્રારંભ

Continues below advertisement

Ahmedabad Rain | અમદાવાદ શહેરમાં પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ત્રણ દિવસના વિરામ બાદ આજે સવારથી જ અમદાવાદમાં ઝરમર જરમર વરસાદની શરૂઆત થઈ. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો સવારથી અમદાવાદ શહેરમાં પણ વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. જો કે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું જે નાવકાસ્ટ જાહેર કર્યું છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદયપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર, હવેલીમાં હળવા વરસાદની જે આગાહી છે આ સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં હડવા વરસાદની જે આગાહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram