Gujarat Rain Forecast | ગુજરાતમાં 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલ
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળે ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
3જી સપ્ટેમ્બર અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
3જી સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.