અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો કઇ શરતોનું કરવું પડશે પાલન?

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Minister of State for Home Pradipsinh Jadeja) આજે રથયાત્રા (Rathyatra) ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથાયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. કોવિડ પ્રોટોકોલના (covid Protocol) ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળશે.  રથયાત્રાના સમય દરમિયાન રૂટ પર કર્ફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સરકારની જાહેરાતને આવકારી હતી તેમજ સરકારનો આભાર માન્યો હતો. તેમજ પ્રસાદ પણ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. રથયાત્રામાં માત્ર 5 વાહનો જ ઉપસ્થિત રહેશે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola