Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

અમદાવાદ શહેરમાં વરસાદી મોસમ શરૂ થતાં રસ્તાઓની વચ્ચે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પાલડી ચાર રસ્તા પાસે એએમટીએસ બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો છે. જેથી વાહન વ્યવહાર પર અસર પડી છે. પાલડી ચાર રસ્તા એ સૌથી સતત વ્યસ્ત રહેતો રસ્તો છે, ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે બોર્ડરના ભાગ પાસે ભુવો પડવાના કારણે લોકોએ મુશ્કેલી સહન કરવા તૈયાર રહેવું પડશે. સૌથી મોટી વાત એ છે કે થોડા સમય પહેલા જ અહીં ખાડો પડવાના કારણે સમારકામ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર પાછલા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે ભુવો પડ્યો છે. જેથી અમદાવાદ શહેરના રસ્તા ગમે ત્યારે જોખમી સાબિત થાય તો નવાઈ નહીં 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola