Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
સુરત શહેરનાં ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું. ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા વીજ વાયર ખેંચાયા હતા, જેના કારણે ચોકમાં બે થાંભલા જીવંત વીજ વાયર સાથે રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ એક રીક્ષાને નુકસાન થયું છે.
સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉન વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું. ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા વીજ વાયર ખેંચાયા હતા, જેના કારણે ચોકમાં બે થાંભલા જીવંત વીજ વાયર સાથે રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ એક રીક્ષાને નુકસાન થયું છે. આ ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે, જુઓ VIDEO