અમદાવાદ:  કોરોના કાળમાં વિમા કંપનીઓ ચલાવી રહી છે બેફામ લૂંટ, નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રૂપિયા વસૂલી રહી છે હોસ્પિટલો

Continues below advertisement
કોરોના કાળમાં વિમા કંપનીઓ બેફામ લૂંટ ચલાવી રહી હોવાની કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.ત્યારે બીજી તરફ હોસ્પિટલો પણ નક્કી કરેલા દર કરતા વધુ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલી રહી છે.   જે મેડીક્લેમ અથવા તો મેડીકલ વીમો લોકો પોતાના આરોગ્યલક્ષી સેવા માટે આર્થિક બોજ ન પડે તે માટે લેતા હોય છે. પરંતુ કોરોના કાળમાં વીમા કંપનીઓનીની નીતિ અને મોટી મોટી હોસ્પિટલો ની પૈસા બનાવવાની નીતિના કારણે દર્દીઓએ પરેશાન થવાનો વારો આવે છે. સામાન્ય રીતે લોકો મેડીક્લેમ કુદરતી અથવા આકસ્મિક ઘટના સમયે આર્થિક ભારણ ન આવે અને તેમની સારવારનું ભારણ પણ ન પડે તે હેતુથી લેતા હોય છે. પરંતુ હાલ કોરોના ના કપરા કાળમાં મેડીક્લેમ હોવા છતાં દર્દીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તથા વીમા કંપનીના વલણથી કડવો અનુભવ થઈ રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram