Gujarat Rain Forecast : આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast :  આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.  આ સમય દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.  હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સાથે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola