Ahmedabad NRI murder Case: અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો
અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. હત્યારા જય ઓઝાને પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો છે. જય ઓઝા અને મૃતક નિહાલ પટેલ બંને મિત્રો હતા. બંને વચ્ચે 8 ડિસેમ્બરના કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા જય ઓઝાએ પોતાના કબ્જામાં રહેલી છરીથી મિત્રને કામા હોટલ નજીક જાહેર રોડ પર જ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. આવેશમાં આવી હત્યા થઈ જતા જય ઓઝા ભાગી છૂટ્યો હતો. જે અમદાવાદથી સૌ પ્રથમ હરિદ્વાર અને ત્યાંથી રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. રાજસ્થાનથી આખરે યુવક પોતાના પૈતૃક ગામ મહેસાણા આવ્યો હતો. પોલીસને આ અંગે માહિતી મળતા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે મૃતક નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડન સ્થાયી થયો હતો. જે પિતાની બીમારીને કારણ લંડનથી પરત આવ્યો હતો.