Flower Show Ahmedabad 2025 : અમદાવાદ ફેમસ ફ્લાવર શૉ જોવા ખિસ્સા ખાલી કરવા પડશે!
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો આ વર્ષે સામાન્ય નાગરિકો માટે થોડો મોંઘો થવા જઈ રહ્યો છે. ફ્લાવર શોને વધુ આકર્ષક બનાવવા અને તેને કોમર્શિયલ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનને અનુસરીને અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષે ફ્લાવર શોમાં સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના ભાવ 70 રૂપિયા અને શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા રાખવામાં આવ્યા છે. ગત વર્ષે આ ભાવ અનુક્રમે 50 રૂપિયા અને 75 રૂપિયા હતા. ફ્લાવર શો સવારે 9:00 વાગ્યાથી રાતના 11:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
આ વર્ષે ફ્લાવર શોમાં અનેક નવીન પ્રકલ્પો ઉમેરવામાં આવ્યા છે. જેમાં ફૂલોના સકલ્પચર, આઇકોનિક સકલ્પચર, ફ્લાવર બુકે અને ફ્લાવર વોલ જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો પાછળ અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ ખર્ચ 11 કરોડ રૂપિયાનો હતો.