અમદાવાદના શાહપુરમાં વૃદ્ધની હત્યા, પાડોશી પરિવારની ત્રણ મહિલા સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ
Continues below advertisement
અમદાવાદમાં ફરી એકવાર હત્યાની બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. શાહપુર વિસ્તારમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધે પાડોશીને 13 લાખ 50 હજાર આપ્યા હતા તે માંગતા મારામારી થઈ હતી. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ મામલે પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.
Continues below advertisement