NIA raids in Sanand: ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યા

ગુજરાત સહિત પાંચ રાજ્યના 19 સ્થળે NIAના દરોડા. અમદાવાદના સાણંદના ચેખલામાં NIAએ દરોડા પાડ્યા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમદને લઈને દરોડા પાડ્યા છે. અને ચેખલામાં આદિલ વેપારી નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે..આદિલ વેપારી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હોવાનો આરોપ છે. ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યા જેમાં ચેખલા ગામના જ લઘુમતી સમાજના 50થી 60 બાળકો મદરેસામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આદિલ વેપારી છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં મૌલાના તરીકે ફરજ બજાવતો હતો. એ પણ એટલા માટે કારણ કે કાયમી ધોરણે કાર્યરત મૌલાના વિદેશ ગયા હોવાથી શંકાસ્પદ ઇસમને જવાબદારી સોંપી ગયા હતા. સરપંચ અર્જુનસિંહે તે પણ કબુલ્યું કે આ વ્યક્તિને ગામમાં કોઈએ ધ્યાનથી જોયો નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola