Gujarat Weather Forecast: અમદાવાદમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
રાજ્યમાં મે મહિનામાં ગરમીએ પ્રકોપ વરસાવ્યો. હવામાન વિભાગે માવઠાની અસર બાદ રાજ્યના તમામ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની શક્યતા વ્યકત કરી હતી. જેને પગલે ગઈકાલથી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. બપોરે એક વાગતા જ મોટાભાગના શહેરમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. બપોરે 1 વાગ્યે જ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગે તો બપોરના ચાર કલાક આકાશમાંથી અંગારા વરસવાનું અનુમાન વ્યકત કર્યું છે. અમદાવાદમાં તો આજે તાપમાનનો પારો 44 ડિગ્રીને કૂદાવે તેવી આગાહી કરી છે. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલે પણ 45 ડિગ્રી સુધી ગરમી પડવાનું અનુમાન્ય વ્યકત કર્યું છે. આ તરફ ગરમીનો પ્રકોપ વધતા જ રસ્તાઓ સૂમસામ બની ગયા છે. તો અંગારા વરસાવતી ગરમીમાંથી રાહત મેળવવા લોકો ઉનાળાના વેકેશનમાં વોટરપાર્કમાં ઉમટ્યા છે. વોટરપાર્કો હાઉસફુલ થઈ ગયા છે. તો આકરી ગરમીમાં સ્નો પાર્ક પણ હાઉસફુલ થઈ ચૂક્યા છે. ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે..