PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

Continues below advertisement

PM Modi Gujarat Visit  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ આવી પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટથી તેઓ વડસર રવાના થયા હતા. તેઓ વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પલેક્ષનું નિરીક્ષણ કરશે ત્યારબાદ તેઓ રાજભવન જશે અને ત્યાં જ બેઠક તેમજ રાત્રી રોકાણ કરશે. આ કાર્યક્રમો બાદ આવતીકાલે તેઓ ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. આ ઉપરાંત કેટલીક મહત્વની બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. આવતી કાલે વડાપ્રધાન અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ પણ કરવાના છે. જેમાં તેઓ સવારી પણ કરી શકે છે. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram