PM Modi in Gujarat: PM મોદીએ 5400 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ નિકોલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નિકોલમાં 5400 કરોડથી પણ વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ નિકોલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના નિકોલમાં 5400 કરોડથી પણ વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. નિકોલની આ સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ મોદી દ્વારા જે પણ વિકાસના કામ કરાવામાં આવ્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે દુનિયાએ જોયું કે ભારતે કઈ રીતે આતંકવાદને જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ કહ્યું કે 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યું. પીએમ મોદીએ કહ્યું આતંકવાદીઓને હવે તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.