Gujarat Rains Data : આજના દિવસમાં રાજ્યના , ક્યાં ખાબક્યો સૌથી વધુ?
ગુજરાતમાં આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજના દિવસમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં 2.24 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 2.13 ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં 1.93 ઈંચ, ખેડાના કપડવંજમાં 1.93 ઈંચ, સુરતના ઉમરપાડા તાલુકામાં 1.93 ઈંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે વલસાડ, દાંતા અને વડાલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના માંડવી અને પલસાણામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ખેરગામ, લુણાવાડા અને ઉચ્છલમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર, ખેડબ્રહ્મા અને પોશિનામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 105 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.