ABP News

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડ

Continues below advertisement

અમદાવાદના શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડ. 26 ફેબ્રુઆરીએ જય પટેલ નામના યુવકને તેની પૂર્વ મંગેતર રિંકુએ કારથી કચડવાનો પ્રયાસ કર્યો. બાદમાં છરીથી હુમલો પણ કર્યો.. રિંકુના આ ગુનામાં તેના પતિએ પણ એટલો જ સાથ આપ્યો. જય પટેલ પર હુમલો કરીને આરોપી રિંકુ અને તેનો પતિ મહેસાણા અને જંબુસર ફરાર થઈ ગયા હતા. જો કે બંન્ને આરોપી વૈષ્ણોદેવી આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે આરોપી પતિ-પત્નીને ઝડપી પાડ્યા.. 13 વર્ષ અગાઉ જય પટેલ અને રિંકુ વચ્ચે સગાઈ તુટી હતી.. 13 વર્ષ બાદ સોશલ મીડિયા મારફતે બંન્ને સંપર્કમાં આવ્યા હતા. રિંકુ જય પટેલ સાથે વાત કરતી હોવાની જાણ તેના પતિને પણ થઈ હતી. બસ આ જ બધી વાતની અદાવતમાં રિંકુએ પતિ સાથે મળીને જય પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram