Ahmedabad Fake Police: અમદાવાદના વટવામાં નકલી પોલીસ બની ચીટિંગ કરનારા ગઠિયાને પોલીસે દબોચી લીધો

Continues below advertisement

અમદાવાદના વટવામાં નકલી પોલીસ બની ચીટિંગ કરનારા ગઠિયાને પોલીસે દબોચી લીધો. જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજા થોડા દિવસ પૂર્વે જયસિંહ કુશવાહાની માલિકીના જ્વેલર્સમાં ગયો હતો. જ્યાં આરોપીએ જ્વેલર્સની દુકાનમાંથી એક સોનાની વીંટી અને એક સોનાની બુટ્ટી સહિત 53 હજાર રૂપિયાની ખરીદી કરી હતી. જ્યાં જ્વેલર્સને ખરીદી પેટે પેમેન્ટના બદલે 53 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. પોલીસની ઓળખ આપતા જ્વેલર્સે પણ ચેક સ્વીકાર્યો હતો. ગઠિયાએ આપેેલી તારીખના જ્વેલર્સે ચેક બેંકમાં જમા કરાવતા રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. આખરે જ્વેલર્સ માલિકે ચીટર વિરૂદ્ધ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે જ્વેલર્સ પાસેથી ખરીદેલા 53 હજાર રૂપિયાના સોનાના દાગીના પણ જપ્ત કર્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola